શ્રીલંકાને ફટકો : ઓલરાઉન્ડર ગુણાતિલકા એશિયા કપમાંથી બહાર

શ્રીલંકાને ફટકો : ઓલરાઉન્ડર ગુણાતિલકા એશિયા કપમાંથી બહાર
દુબઇ, તા.14: એશિયા કપની ઠીક પહેલા શ્રીલંકાની ટીમને વધુ એક ફટકો પડયો છે. ટીમનો ઓલરાઉન્ડર ધનુષ્કા ગુણાતિલકા ઈજાને લીધે ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો છે. ગુણાતિલકાને સ્વદેશ પરત મોકલી દેવાયો છે. તેના સ્થાને શ્રીલંકાની ટીમમાં શેહાન જયસૂર્યાનો સમાવેશ કરાયો છે. આ પહેલા ટીમનો અનુભવી બેટસમેન અને પૂર્વ સુકાની દિનેશ ચંદિમાલ આંગળીની ફ્રેકચરને લીધે એશિયા કપની બહાર થઇ ગયો હતો. ઓફ સ્પિનર અકિલા ધનજંય પણ અનફીટ છે. તે બધા મેચ રમી શકશે નહીં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer