બીસીસીઆઇએ કોઇ રિપોર્ટ માગ્યો નથી : શાત્રી

બીસીસીઆઇએ કોઇ રિપોર્ટ માગ્યો નથી : શાત્રી
દુબઇ તા.14: ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાત્રીએ કહયું છે કે આગામી ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી પૂર્વે વધુ ને વધુ અભ્યાસ મેચ આયોજિત કરવાનો આગ્રહ બીસીસીઆઇને કર્યોં છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે ઇંગ્લેન્ડ પ્રવાસમાં ભારતીય ટેસ્ટ ટીમ ફકત એક જ અભ્યાસ મેચ રમી હતી અને ટેસ્ટ સિરીઝમાં 1-4થી શરમજનક હાર મળી હતી.  કોચ રવિ શાત્રીએ કહયું હતું કે અમે સકારાત્મક વિચાર સાથે એશિયા કપ રમવા પહોંચ્યા છે. તેણે એવી પણ સ્પષ્ટતા કરી કે ઇંગ્લેન્ડ સામેની 1-4ની હાર બાદ તેની સમીક્ષાને લઇને બીસીસીઆઇ તરફથી કોઇ સૂચના મળી નથી.
ભારતીય ટીમ 21 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસનો ત્રણ મેચની ટી-20 શ્રેણીથી આરંભ કરશે. એના 10 દિવસ બાદ ચાર ટેસ્ટની શ્રેણી રમાશે. શાત્રી કહે છે કે અમે ટેસ્ટ શ્રેણી પૂર્વે ત્રણ કે ચાર અભ્યાસ મેચ રમવા માંગીએ છીએ. હવે જોવાનું એ રહે છે કે 10 દિવસના ગાળામાં બીસીસીઆઇ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કેટલા અભ્યાસ મેચનું આયોજન કરી શકે છે.

Published on: Sat, 15 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer