સોના-ચાંદીનો પ્રાઇસ રેશિયો 23 વર્ષની ટોચે

મુંબઈ, તા. 14 :  સોના-સામે  ચાંદીનો પ્રાઇસ રેશિયા 23 વર્ષની ટોચે જઈ 84.43 થયો છે. આ દર્શાવે છે કે તાજેતરના સમયમાં ચાંદી વધુ પીટાઈ છે. રેશિયો એ પણ દર્શાવે છે કે એક ઔંસ સોના સામે કેટલા ઔંસ ચાંદી ખરીદી શકાય છે. આથી એકબીજાની સરખામણીમાં બન્ને ધાતુની તુલનાત્મક મજબૂતાઈ માપી શકાય છે. ભારત સહિતના અમુક દેશોના વેપારીઓ બન્ને ધાતુ માટે જુદા જુદા મંતવ્યો ધરાવતા હોય ત્યારે તેઓ રેશિયોમાં ટ્રેડિંગ કરે છે.
સોના કરતાં ચાંદીમાં ભાવની ચંચળતા વધુ જોવાય છે. આથી રેશિયો બદલાતો રહે છે. યુએમ સ્થિત માર્કેટ વિશ્લેષણકાર નિગમ અરોરા જણાવે છે કે ઊંચો સોના-ચાંદી રેશિયો કીમતી ધાતુ પ્રત્યે સતત નિરાશાવાદી અભિગમ દર્શાવે છે. ટ્રેડ વોરના કારણે ચાંદીનો ઔદ્યોગિક વપરાશ ઘટતો જાય છે. સોના કરતાં ચાંદીમાં ભાવની વધઘટ ભારે જોવાય છે.
ચાંદીની વિશિષ્ટતા એ છે કે તેનો અડધાથી વધુ વપરાશ ઔદ્યોગિક વપરાશ માટે થાય છે.

Published on: Sat, 15 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer