`ઈસરો'' જાસૂસી કેસ : વિજ્ઞાની નામ્બી નારાયણન આરોપમુક્ત

`ઈસરો'' જાસૂસી કેસ : વિજ્ઞાની નામ્બી નારાયણન આરોપમુક્ત
નવી દિલ્હી, તા. 14: ચોવીસ વર્ષ પહેલાં જાસૂસીના ઉપજાવી કઢાયેલા કેસમાં ફસાવી દઈ કેરળ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા અને સર્વોચ્ચ અદાલતે નિર્દોષ જાહેર કરેલા ઈસરોના પૂર્વ અવકાશ વિજ્ઞાની એઁસ. નામ્બી નારાયણન (76)ને આ કેસમાં માનસિક અત્યાચારને આધીન થવું પડયા બદલ વળતર પેટે રૂ. પચાસ લાખ આપવાનો ય આદેશ સર્વોચ્ચ અદાલતે આજે આપ્યો હતે. મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાના વડપણવાળી બેન્ચે, નારાયણનની `િબનજરૂરી' ગણાવાયેલી ધરપકડમાં કેરળ પોલીસની ભૂમિકાની તપાસ કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ ડીકે જૈનના વડપણ હેઠળ સમિતિ રચી છે. આ વિજ્ઞાનીના વળતરની રકમ વધારવાની, તેમને ન્યાય આપવાની, કાવતરુ શા માટે રચાયુ તથા તેની પાછળ કોણ છે તેની ખરાઈની જરૂર બાબતેની ચર્ચા બાદ બેન્ચે ચુકાદો આપવાનું જૂનમાં અનામત રાખ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer