`મિશન વિકાસ'' વહોરા સમાજે દેશભક્તિની નવી રાહ ચીંધી : વડા પ્રધાન

`મિશન વિકાસ'' વહોરા સમાજે દેશભક્તિની નવી રાહ ચીંધી : વડા પ્રધાન
ઇંદોર, તા. 14 : દાઉદી વહોરા સમુદાયે દેશને રાષ્ટ્રભક્તિની એક રાહ ચીંધી છે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું. ઇંદોરમાં ઇમામ હુસૈનની શહીદીના સ્મરણોત્સવ `આશરા મુબારકા'માં હાજર રહેલા મોદીને સૈફી મસ્જિદમાં દાઉદી વહોરા સમુદાયના ધર્મગુરુ સૈયદના સાહેબે આવકાર્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે વહોરા સમુદાયે મિશન વિકાસમાં અમૂલ્ય યોગદાન આપીને દેશભક્તિની રાહ ચીંધી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવેલી સૈફી મસ્જિદની મુલાકાત કરી હતી. જ્યાં વહોરા સમૂદાયના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને મસ્જિદના દરવાજાથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા અને આગેવાની કરીને મંચ સુધી લઈ ગયા હતાફ પીએમ મોદીને ગળે મળીને સૈયદનાએ સૈફી મસ્જિદમાં મોદીનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમને સંબોધિત કરતા મોદીએ કહ્યું હતું કે, વહોરા સમાજના લોકો વસુધૈવ કુટુમ્બકમની પરંપરાને આગળ વધારી રહ્યા છે. સ્વચ્છ ભારતનો ઉલ્લેખ કરતાં મોદીએ ઉમેર્યું હતું કે, આપણે હૃદય અને આત્માને પણ સ્વચ્છ રાખવાના છે. 
દાઉદી વહોરા સમૂદાયની પ્રશંસા કરતા મોદીએ કહ્યું હતું કે, ઈમામ હુસૈનના પવિત્ર સંદેશને તમે લોકોએ જીવનમાં ઉતાર્યો છે અને સદિઓથી દેશ અને દુનિયા સુધી પૈગામ પહોંચાડયો છે. ઈમામ હુસૈન શાંતિ અને ન્યાય માટે શહીદ થયા હતા. તેમણે અન્ય અને અહંકારના વિરોધમાં પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. તેમની આ સીખ ત્યારે જેટલી જરૂરી હતી એટલી જ વર્તમાન સમયમાં પણ જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, આ તમામ પરંપરાના અસરકારક પ્રચાર કરવાની જરૂરીયાત છે. વસુધૈવ કુટુમ્બકમની પરંપરા માટે પણ વહોરા સમાજે મહત્વની કામગીરી કરી છે. આ પરંપરાના કારણે જ ભારતની ઓળખ અન્ય દેશો કરતા અલગ છે. આવી જ રીતે શાંતિ, સદ્ભાવ, રાષ્ટ્રવાદ અને સૌહાર્દ પ્રતિ વહોરા સમૂદાયની ભૂમિકા હંમેશા મહત્વપૂર્ણ રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળને યાદ કરતા મોદીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં તેઓ મુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળતા હતા ત્યારે પણ વહોરા સમાજના લોકોએ દરેક કદમ ઉપર સાથ આપ્યો હતો. થોડા વર્ષ અગાઉ એક કાર્યક્રમમાં કુપોષણ સામેની લડાઈમાં વહોરા સમાજનો સહયોગ માગ્યો હતો. જેને વહોરા સમાજ અને સૈયદના સાહેબએ હાથોહાથ લઈને અસરકારક કામગીરી કરી હતી. કોમ્યુનીટિ કિચનના માધ્યમથી વહોરા સમાજ સુનિશ્ચિત કરે છે કે સમાજનો કોઈપણ વ્યક્તિ ભુખ્યો ન રહે.  સ્વાસ્થ્યની તકેદારી માટે હોસ્પીટલો ચલાવવામાં આવી રહી છે. વધુમાં સમૂદાયના સહયોગથી 11,000 લોકોને પોતાનું ઘર મળ્યું છે. 
Published on: Sat, 15 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer