વિરાટ કોહલી સુપર હીરોના અવતારમાં

વિરાટ કોહલી સુપર હીરોના અવતારમાં
નવી દિલ્હી, તા.21: ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ક્રિકેટ ઉપરાંત હવે એક નવા ફિલ્ડમાં ડેબ્યૂ કરી રહયો છે. જેનો પહેલો લૂક સામે આવી ગયો છે અને ફિલ્મી સ્ટાઇલમાં. કોહલીએ આ મામલે એક ટિવટ કર્યું છે. જેથી ચાહકો ચોંકી ઉઠયા છે. કોહલીએ જે રીતે ટિવટ કર્યું છે એથી બધાને એવું લાગી રહયું છે કે તે ફિલ્મમાં આવી રહયો છે. કોહલીએ કરેલા પોસ્ટમાં તે સુપર હિરોના અવતારમાં જોવા મળે છે. પોસ્ટ સાથે કેપ્શન છે કે દસ સાલ બાદ એક ઔર ડેબ્યૂ... ઇંતઝાર નહીં કર શકતા. `ટ્રેલર ધ મૂવી'. કોહલીના આવા ટિવટથી ચાહકોમાં હલચલ મચી ગઇ હતી. પણ આખરે સાચી વાત સામે આવી. કોહલી ફિલ્મમાં ડેબ્યૂ કરી રહયો નથી, પણ એક બ્રાંડની એડ માટે કોહલીનો આ પેંતરો છે. વિરાટની જ કંપની રોંગ નામે કપડા બજારમાં મુકી રહી છે. તેના પ્રચાર માટે કોહલીએ જાહેરાત પહેલા ટ્રેલર રજૂ કર્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer