ચાઇના ઓપનમાં સિંધુ-શ્રીકાંતની સફર સમાપ્ત

ચાઇના ઓપનમાં સિંધુ-શ્રીકાંતની સફર સમાપ્ત
બન્નેનો કવાર્ટર ફાઇનલમાં પરાજય

ગ્વાંગઝૂ, તા.21: ભારતનો ટોચનો પુરુષ બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંત ચાઇના ઓપનમાંથી બહાર થઇ ગયા બાદ સ્ટાર શટલર પીવી સિંધુ ચીનની દીવાલ ભેદી શકી ન હતી. કવાર્ટર ફાઇનલમાં પીવી સિંધુને ચીનની અનુભવી ખેલાડી ચેન યૂફેઇએ 21-11, 11-21 અને 21-15થી હાર આપીને બહારનો રસ્તો બતાવી દીધો હતો. સિંધુ અને શ્રીકાંતની હારથી ચાઇના ઓપનમાં ભારતનો પડકાર નિરાશા સાથે સમાપ્ત થયો છે. 
આ પહેલા પુરુષ વિભાગના આજે રમાયેલા કવાર્ટર ફાઇનલમાં વર્લ્ડ નંબર 8 શ્રીકાંત સામે જાપાનના વર્લ્ડ નંબર 2 ખેલાડી કેંટો મોમોટેએ 21-9 અને 21-11થી સજ્જડ હાર આપી હતી. આથી શ્રીકાંતનું ચાઇના ઓપનમાં બીજીવાર ચેમ્પિયન બનવાનું સપનું રોળાયું હતું. શ્રીકાંત 2014માં ચાઇના ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન થયો હતો. મોમોટેએ આ સિઝનમાં શ્રીકાંતને આ ત્રીજી હાર આપી છે.
Published on: Sat, 22 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer