સચીને ડી. લિટની માનદ ઉપાધિ લેવાનો ઇનકાર કર્યોં

સચીને ડી. લિટની માનદ ઉપાધિ લેવાનો ઇનકાર કર્યોં
નવી દિલ્હી, તા.21: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તેના વિનમ્ર વ્યવહારને લીધે જાણીતો છે. હાલમાં જ કોલકતાની જાદવપુર યુનિવર્સિટી સચિન તેંડુલકરને ડી. લિટની ઉપાધિથી સન્માનિત કરવા માંગતી હતી, પણ સચિને ના પાડી દીધી હતી. આ જાણકારી જાદવપુર યુનિ.એ દ્રારા જ આજે જાહેર કરાઇ છે. સચિનનું માનવું છે કે મહેનત વિનાની કોઈ ડિગ્રી લેવી શું કામની. એવા પણ રિપોર્ટ છે કે સચિન આ પહેલા ઓકસફોર્ડ યુનિ., મૈસૂર યુનિ., બેંગ્લોરની રાજીવ ગાંધી યુનિ.ને પણ માનદ ડિગ્રી માટે ના પાડી ચૂકયો છે.

Published on: Sat, 22 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer