રિલાયન્સે કેજી-ડી6 ક્ષેત્રમાંથી ખાલી થયેલા એમએ તેલ ક્ષેત્રને બંધ કર્યું

રિલાયન્સે કેજી-ડી6 ક્ષેત્રમાંથી ખાલી થયેલા એમએ તેલ ક્ષેત્રને બંધ કર્યું
મુંબઈ, તા. 21 : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ) ના કેજી-ડી6 તેલ ક્ષેત્ર ખાલી થઈ ગયું હોવાથી તેણે તેનું આ એક માત્ર તેલ ક્ષેત્ર કાયમી બંધ કર્યું છે. 
રિલાયન્સે આજ સુધીમાં કૃષ્ણા ગોદાવરી તટે 19 તેલ અને ગેસ કૂવા શોધ્યા છે. આમાંથી ડી26 અથવા એમએ - એક માત્ર તેલ સંશોધન ક્ષેત્ર હતું, જેનું ઉત્પાદન સપ્ટેમ્બર 2008થી શરૂ થયું હતું. ધીરૂભાઈ -1 અને 3 (ડી 1 અને ડી 3) ક્ષેત્રો એપ્રિલ 2009થી ઉત્પાદન શરૂ થયું હતું.
કંપની પ્રવક્તાએ કહ્યું કે, ``િરલાયન્સ દ્વારા બીપી અને નિકો સાથેના સંયુક્ત સાહસમાં સંચાલિત કેજી-ડીડબ્લ્યુએન-98/3 (કેજીડી6) માંથી 17 સપ્ટેમ્બર, 2018થી ઉત્પાદન બંધ કરાયું છે. ઉત્પાદન બંધ કર્યા પછી સુરક્ષિત બંધ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.''  તેમણે કહ્યું કે, ``આ ક્ષેત્રમાંથી ઉત્પાદન કુદરતી રીતે ઘટયું હતું અને પાણીના ધસમસતા અને રેતીના અંદર ધસી આવતા પ્રવાહ કારણે ઉત્પાદનમાં ઘણા પડકારો સામે આવ્યાં હતાં. આ ક્ષેત્રમાંથી કુલ 0.53 લાખ કરોડ ઘન ફીટ ગૅસ, 3.14 કરોડ બેરલ તેલ અને કોન્ડેનસેટનું ઉત્પાદન થયું હતું અને તેમાં હવે કોઈ જથ્થો શેષ રહ્યો નથી.''
વર્ષ 2019ના પહેલા ત્રિમાસિક ગાળા માટે એમએ ક્ષેત્રએ રિલાયન્સમાં એકત્રિત ધોરણે 0.1 ટકાથી ઓછો ફાળો આપ્યો હતો. ડી6ની શોધ 2006માં થઈ હતી. 
આ દેશનો પહેલો ઊંડા જળક્ષેત્રનો તેલ-ગૅસ ભંડાર હતો. સાત કૂવાને સબ-સી પ્રોડક્શન સિસ્ટમ દ્વારા બાંધવામાં આવ્યાં હતાં.
આ ક્ષેત્રએ પહેલા મહિનામાં 39,976 ટન ક્રૂડતેલનું ઉત્પાદન કર્યું હતું અને મે 2010માં ઉત્પાદન વધીને 1,08,418 ટને પહોંચ્યું હતું, એવું ડિરેક્ટરેટ જનરલ અૉફ હાઈડોકાર્બન્સ (ડીજીએચ) ના ડેટા ઉપરથી જાણવા મળે છે. 
એમએ ક્ષત્રમાંથી એપ્રિલ 2009થી ગૅસ ઉત્પાદન શરૂ થયું હતું. 
રિલાયન્સ હવે કેજી-ડી6 ક્ષેત્રમાં રૂા. 40,000 કરોડના ખર્ચે આર-ક્લસ્ટર, સેટેલાઈટ ક્લસ્ટર અને એમજે ફિલ્ડ્સ વિકસાવી રહી છે. આ ક્ષેત્રો 30-35 એમએમએસસીએમડી ઉત્પાદન આપશે. ગેસ ઉત્પાદનની શરૂઆત 2020થી શરૂ થશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer