બીએસઈ પાવર એક્સ્ચેન્જ સ્થાપશે

બીએસઈ પાવર એક્સ્ચેન્જ સ્થાપશે
મુંબઈ, તા. 21 : લોંગ ટર્મ પાવર પર્ચેસ એગ્રિમેન્ટસ (પીપીએ)નું ચલણ ઓછું થવાથી બીએસઈ-પીટીસી ઈન્ડિયા અને આઈસીઆઈસીઆઈ બૅન્ક નવું પાવર એક્સ્ચેન્જ સ્થાપશે. આથી ભવિષ્યમાં ડૂબવાપાત્ર પાવર જનરેટર્સને વેચવા માટે સ્પોટ માર્કેટ એકમાત્ર વિકલ્પ હશે.
બીએસઈના મૅનેજિંગ ડિરેકટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે ભારત વિકસી રહ્યું છે અને મર્ચન્ટ પાવર વિકસવાનું કારણ એ છે કે નાણાંનું પરંપરાગત રીતે થતું વિતરણ અને કલેકશન હવે સહાયક રહ્યા નથી. આથી એક એવા પ્લેટફોર્મની જરૂર છે જેમાં લાંબા ગાળાના કોન્ટ્રાકટ કરતાં નજીકના ગાળાના આધારિત કોન્ટ્રાકટ થાય. આ પાવર એક્સ્ચેન્જનો ઈક્વિટી હિસ્સો ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવશે. ક્ષેત્રીય નિયમનો અને સીઈઆરસી માર્ગદર્શિકા અંતર્ગત બીએસઈ, પીટીસી અને આઈસીઆઈસીઆઈ બૅન્કનો લઘુમતી હિસ્સો રહેશે.
બીએસઈ, પીટીસી અને આઈસીઆઈસીઆઈ બૅન્કે આ મહિનાની શરૂઆતમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (સીઈઆરસી) સમક્ષ પાવર એક્સ્ચેન્જ સ્થાપવા માટે મંજૂરી માગી હતી.
ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પીપીએ હવે 50 ટકા ચાલુ પ્રોજેકટસમાં છે, જેની કાર્યકારી ક્ષમતા 28,000 મેગાવોટની છે. ટૂંકા ગાળાની બજારમાં સ્પર્ધા તીવ્ર બનશે, પરંતુ આ માટે લાંબા ગાળાના પીપીએના મુદ્દાનો ઉકેલ લાવવો જરૂરી છે.
ચૌહાણનું કહેવું છે કે હાલમાં બે પાવર એક્સ્ચેન્જ છે. દેશમાં હજી પણ આવાં એક્સ્ચેન્જ માટે ભાવિ છે.
નેશનલ સ્ટોક એક્સ્ચેન્જનો પ્રાઈવેટ ઈક્વિટી આધારિત આઈએકસ અને પાવર એક્સ્ચેન્જ ઈન્ડિયા લિ. (પીએકસઆઈએલ) અને નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સ્ચેન્જ લિ. (એનસીડેકસ) આ બે પાવર એક્સ્ચેન્જ કાર્યરત છે. આ બન્ને એક્સ્ચેન્જ ઈલેક્ટ્રિસિટી કોન્ટ્રાકટ, રિન્યુએબલ એનર્જી સર્ટિફિકેટસ અને ઈએસર્ટસ (એનર્જી સેવિંગ સર્ટિફિકેટસ) ઓફર કરે છે.
આઈઈએકસનું વર્ષ 2008માં કુલ ટ્રેડિંગ વોલ્યુમ બે કરોડ યુનિટસ હતું જે હવે વધીને વીસ કરોડ યુનિટસ થયું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer