માલદીવમાં યમીનની રાષ્ટ્રપતિપદે વાપસીની સંભાવના ભારત માટે ચિંતાજનક

માલે, તા. 21 : આગામી રવિવારને 23 સપ્ટેમ્બરના રોજ માલદિવમાં રાષ્ટ્રપતિ પદ માટે મતદાન થવાનું છે. જેમાં વર્તમાન રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યમીન ફરી ચૂંટાશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. યમીને રાષ્ટ્રપતિ પદ સંભાળતા જ વિપક્ષના મોટાભાગના નેતાઓને જેલ ભેગા કર્યા હતા અને ઘણા નેતા દેશ છોડવા માટે મજબૂર થયા હતા. તેવામાં હવે યમીનની સત્તામાં વાપસી ભારત માટે ચિંતા સમાન છે. કારણ કે અબ્દુલ્લા યમીન ચીનના સમર્થક છે અને પોતે ભલાઈનું કામ કરતા નેતા હોવાની છબી ઉભી કરવા માટે ચીન પાસેથી મદદ લઈને મોટા પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છે. તેવામાં ચીને માલદિવને 1.3 અબજ ડોલરની લોન આપી છે. જે માલદિવની ત્રીમાસીક જીડીપીના બરોબર છે. યમીનના શાસનમાં માલદિવ ભારતથી દૂર થયું છે અને ચીનનો પ્રભાવ વધી રહ્યો હોવાથી ભારતની ચિંતામાં વધારો થયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer