`સર્જિકલ સ્ટ્રાઈક દિન-ઉજવણી''માં રાજકારણ નહીં, દેશભક્તિ : જાવડેકર

`સર્જિકલ સ્ટ્રાઈક દિન-ઉજવણી''માં રાજકારણ નહીં, દેશભક્તિ : જાવડેકર
નવી દિલ્હી, તા. 21: ઓગણત્રીસમી  સપ્ટેમ્બરને  `સર્જીકલ સ્ટ્રાઈક દિવસ' તરીકે મનાવવાની યુજીસીની એડવાઈઝરી સામેના વિરોધને ફગાવી દેતાં માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે આ ઉજવણીમાં કોઈ રાજકારણ નથી, તેમાં માત્ર દેશભક્તિનું જ પ્રતિબિંબ પડે છે. અમે કદી જનાદેશ નથી આપતા, અમે તો માત્ર એડવાઈઝરી સૂચવીએ છીએ અને જારી કરીએ છીએ એમ જણાવી જાવડેકરે ઉમેર્યું હતું કે આ સર્ક્યુલર માત્ર એડવાઈઝરી છે અને તે કંઈ લાદવામાં નથી આવી રહ્યો.

Published on: Sat, 22 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer