હવે મુંબઈના ગાર્ડન 8 કલાકના બદલે 12 કલાક ખુલ્લાં રહેશે

મુંબઈ, તા. 22 : મુંબઈવાસીઓ માટે હવે ``ગાર્ડન'' વધુ સમય ખુલ્લું રહેશે. એટલે કે શહેરનાં બધાં જ ગાર્ડન 8 કલાકના બદલે 12 કલાક ખુલ્લાં રહી શકશે. બીએમસીના કમિશનર અજોય મહેતાની મંજૂરી સાથે જ આ નિર્ણય સોમવારથી અમલમાં આવી જશે. વિધાનસભ્ય સરદાર તારાસિંહ સહિત કેટલાંયે નાગરિક સંગઠનો આ અંગેની લાંબા સમયથી માગણી કરી રહ્યાં હતાં. હવે મુંબઈનાં 750 ગાર્ડનમાં નવા સમયનાં બોર્ડ લાગી જશે.
યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરે રાત્રિ જીવનચર્યા લંબાવવા કેટલાય સમયથી ગાર્ડન 11 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની માગણી કરી રહ્યા હતા. એટલું જ નહીં, કૉર્પોરેટ અૉફિસોમાંથી મોડા છૂટનારા ઘણા કર્મચારીઓની પણ આવી જ કંઈક માગણી રહી હતી, પણ સલામતીના કારણે આ પ્રસ્તાવને સ્વીકાર કરાતો ન હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer