ફક્ત 65 દિવસમાં ફૂટી નીકળ્યા 32 નવા પક્ષો

લોકસભા ચૂંટણી નજીક છે ત્યારે...
મુંબઈ, તા. 22 : લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે દેશમાં બિલાડીના ટોપની જેમ નવા રાજકીય પક્ષો ફૂટી નીકળ્યા છે. ચૂંટણી પંચ સમક્ષ ફક્ત 65 દિવસમાં 32 નવા રાજકીય પક્ષોની નોંધણી થઈ હોઈ જેમજેમ ચૂંટણી વધુ નજીક આવશે તેમ તેની સંખ્યામાં હજી વધારો થશે એવી શક્યતા છે.
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં થવાની છે તે ધ્યાનમાં લઈ રાજસ્થાનમાં છ નવા પક્ષ સ્થપાયા છે તેવી જ રીતે તેલંગણની ચૂંટણી પણ ડિસેમ્બરમાં યોજાવાની હોઈ રાજ્યમાં ત્રણ નવા પક્ષોની નોંધણી કરાઈ છે.
ઉત્તર પ્રદેશમાં સુધ્ધાં નવા રાજકીય પક્ષોની નેંધણીનું પ્રમાણ વધારે જોવા મળે છે. કેવળ ચૂંટણી લડવાના અભરખાંથી નવા પક્ષ સ્થાપવામાં આવે છે, પણ ચૂંટણી પત્યા બાદ આવા પક્ષોનું અસ્તિત્વ માત્ર કાગળ પર જ જોવા મળે છે.
દેશમાં માન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષ (રાષ્ટ્રીય) ફક્ત સાત છે, જ્યારે પ્રાદેશિક પક્ષ 24 અને માન્યતા નહીં ધરાવનારા પક્ષની સંખ્યા 2000થી પણ વધુ છે.

Published on: Sat, 22 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer