ગણેશોત્સવમાં ડીજે પર પ્રતિબંધથી પરંપરાગત ઢોલ-તાસાંની ભારે ડિમાન્ડ

ગણેશોત્સવમાં ડીજે પર પ્રતિબંધથી પરંપરાગત ઢોલ-તાસાંની ભારે ડિમાન્ડ
મુંબઈ, તા. 22 : ગણેશોત્સવમાં ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી પરંપરાગત ઢોલ-તાસાં વગાડનારાઓની ભારે ડિમાન્ડ ચાલે છે. આવા ઢોલ-તાસાંવાળા ગ્રુપ્સ હવે વધુ દામ મેળવી રહ્યાં છે અને ગણેશોત્સવના છેલ્લા દિવસ એટલે કે અનંત ચતુર્દશીએ પણ તેમની બોલબાલા રહેશે એવું જણાય છે.
ઢોલ વગાડનારા કયા પ્રકારનું વાજિંત્ર-ઢોલ વગાડે છે તેને આધારે તેમને ગ્રેડ અપાય છે. નાશિક ઢોલ બહુધા પુણેરી ઢોલ કરતાં નાનું હોય છે. દરેક સ્થળે પુણેરી ઢોલ વગાડનારા મોટા ટ્રુપ્સમાં 25થી 50 વાદકો હોય છે.
તેઓ આકર્ષક નારંગી જેકેટ, ફેંટા અને સફેદ ચૂડીદાર-કુરતા સાથે પરંપરાગત શૂઝ પહેરે છે. તેમનો એકથી બે કલાકના કાર્યક્રમ માટેનો દર રૂા. 20,000થી 50,000 જેટલો હોય છે. આવા ગ્રુપ્સમાં ઘણા ડૉક્ટરો, વકીલો અને કૉર્પોરેટ્સમાં કામ કરનારા યુવાનો પણ હોય છે.
જેમને માટે પૈસા મહત્ત્વની બાબત નથી. તેઓ તો ફક્ત દુંદાળા દેવની સંગીત દ્વારા ભક્તિ કરવા માટે આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer