ફ્રેન્ચ કંપનીના નિર્ણયમાં અમારી દખલ નથી

ફ્રેન્ચ કંપનીના નિર્ણયમાં અમારી દખલ નથી
ફ્રેન્ચ સરકારનો ખુલાસો
નવી દિલ્હી/પેરિસ, તા. 22 : રાફેલ ડીલ વિવાદ પર ફ્રાન્સ સરકારે શનિવારે સ્પષ્ટ કર્યું છે કે તેમના દેશની કંપનીઓ આ મામલે ભારતીય સહયોગી કંપનીઓ પસંદ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. મૂળે, ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસુઆ ઓલાંદે શુક્રવારે કહ્યું હતું કે રાફેલના નિર્માણમાં પાર્ટનરશિપ માટે ભારત સરકારે જ અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સનું નામ સામે રજૂ કર્યું હતું. વિપક્ષનો આરોપ છે કે આ ડીલમાં મોદી સરકારે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડને બદલે રિલાયન્સ ડિફેન્સને પ્રાધાન્ય આપ્યું હતું. 
ફ્રાન્સ સરકારના પ્રવક્તાએ કહ્યું કે, ફ્રાન્સની સરકાર ભારતીય પાર્ટનર્સ પસંદગીમાં સામેલ નથી, જેને ફ્રાન્સની કંપની દ્વારા પસંદ કરવામાં આવી રહ્યા છે કે પછી પસંદ કરવામાં આવશે. ભારતમાં અધિગ્રહણ પ્રક્રિયા હેઠળ એ કંપનીઓનો નિર્ણય હોય છે કે કોને સૌથી વધુ યોગ્ય માને છે. ફ્રાન્સે કહ્યું કે, અમારી ચિંતા પ્લેનની ડિલિવરી અને ક્વોલિટી સુનિશ્ચિત કરવાને લઈને છે. સમજૂતી હેઠળ ફ્રાન્સની કંપનીઓએ ભારતની અનેક ફર્મ્સ સાથે કરાર કર્યા છે. જેમાં ખાનગી અને સરકારી કંપનીઓ સામેલ છે. દરમિયાન, ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસુઆ ઓલાંદેના નિવેદન પછી થયેલા હોબાળા વચ્ચે ફ્રાન્સની વિમાન કંપની દ સોલ્ટ એવિયેશને રિલાયન્સ ડિફેન્સ અને ભારત સરકાર વચ્ચેનો ખુલાસો કર્યો છે. કંપનીએ કહ્યું છે કે, તેમણે જાતે જ આ સોદા માટે ભારતની કંપની રિલાયન્સ ડિફેન્સને પસંદ કરી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું છે કે, રિલાયન્સ ડિફેન્સ સાથેની રક્ષા પ્રક્રિયા 2016 અંતર્ગત પસંદગી કરવામાં આવી છે. 
દ સોલ્ટ એવિયેશને કહ્યું છે કે, રાફેલ સોદો ભારત અને ફ્રાન્સ સરકારની વચ્ચે એક કોન્ટ્રાક્ટ હતો, પરંતુ આ એક અલગ પ્રકારનો કોન્ટ્રાક્ટ હતો. તેમાં દ સોલ્ટ એવિયેશને ખરીદ કિંમતના 50 ટકા રોકાણ ભારતમાં કરવા માટે પ્રતિબદ્ધ હતા. તેમાં મેઇક ઈન ઈન્ડિયાની નીતિ અનુસાર દ સોલ્ટ એવિયેશને ભારતની કંપની રિલાયન્સ ગ્રુપ સાથે પાર્ટનરશિપ કરવાનો નિર્ણય કર્યો હતો. રિલાયન્સ કંપનીની પસંદગી દ સોલ્ટ એવિયેશનનો જ નિર્ણય હતો. આ પાર્ટનરશિપ ફેબ્રુઆરી 2018માં દ સોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડના સંયુક્ત નિર્માણથી કરવામાં આવી છે.

Published on: Sat, 22 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer