દુબઇ તા.24: એશિયા કપમાં ભારતના હાથે સતત બીજી કારમી હાર બાદ પાકિસ્તાનના સુકાની સરફરાઝ અહમદે સ્વીકાર્યું છે કે તેની ટીમે ટેકનીકના સ્તરે ભારતીય ટીમનો સામનો કરી શકી નથી. મેચ બાદ પાક. સુકાની સરફરાઝે કહયું કે તેમનું સ્કીલ લેવલ ઉંચુ છે. અમારું ત્યાં સુધી નથી. ફાઇનલમાં પહોંચવા અમારે રમત સુધારવી પડશે. બંગલાદેશ સામેનો હવે પછીનો મેચ અમારા માટે કરો યા મરો સમાન હશે. જેમાં અમે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશું. પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચેનો એશિયા કપનો સુપર ફોરનો આખરી મેચ બુધવારે રમાશે. એ મેચની વિજેતા ટીમ ફાઇનલમાં ભારત સામે ટકરાશે.
સરફરાઝે એમ પણ કહયું કે અમે ભારત સામે 30 રન ઓછા કર્યાં. આ પછી સતત કેચ છોડયા. અમારી ફિલ્ડીંગ સુધારવાની ખાસ જરૂર છે.
ટેક્નિકના મામલે ભારતીય ટીમ અમારાથી મજબૂત : સરફરાઝ
