ટી-20માં ભારતીય મહિલા ટીમનો શ્રીલંકા વિ. 3-0થી શ્રેણીવિજય

ટી-20માં ભારતીય મહિલા ટીમનો શ્રીલંકા વિ. 3-0થી શ્રેણીવિજય
કોલંબો, તા.24: અનુજા પાટિલના ઓલરાઉન્ડ પ્રદર્શનથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પ મેચની ટી-20 શ્રીલંકાને ચોથી મેચમાં 7 વિકેટે હાર આપીને શ્રેણી 3-0થી કબજે કરી લીધી છે. અનુજા પાટિલે 3 વિકેટ લીધી હતી અને બાદમાં અણનમ પ4 રન કર્યા હતા. વરસાદના વિઘ્નને લીધે આ ટી-20 મેચ 17-17 ઓવરનો રમાયો હતો. શ્રીલંકાની ટીમે નિર્ધારિત 17 ઓવરમાં પ વિકેટે 134 રન કર્યા હતા. જેમાં સી. અટાપટુના 31 અને શશિકલા સિરિવર્ધનેના 40 રન હતા. ભારતીય મહિલા ટીમે 1પ.4 ઓવરમાં 3 વિકેટે 13પ રની કરીને 7 વિકેટે જીત મેળવી હતી. અનુજા પાટિલના અણનમ પ4 રન ઉપરાંત જેમિમા રોડ્રિગ્સે 37 દડામાં પ ચોક્કા અને 2 છક્કાથી પ7 રન કર્યા હતા.

Published on: Tue, 25 Sep 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer