પાક ટીમના ડ્રેસિંગ રૂમમાં અસફળતાનો ડર : કોચ આર્થર

પાક ટીમના ડ્રેસિંગ રૂમમાં અસફળતાનો ડર : કોચ આર્થર
દુબઇ, તા.24: પાકિસ્તાનના કોચ મિકી આર્થરે એશિયા કપમાં ભારતના હાથે મળેલી 9 વિકેટે હાર બાદ સ્વીકાર્યું છે કે હાલ તેની ટીમનો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે. તેમણે ભારત વિરૂધ્ધની હારને ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન બતાવ્યું હતું. ભારત સામેની સતત બીજી હાર બાદ આર્થરે કહ્યું કે અમે તેમને (ભારત)ને દબાણમાં લાવી શકતા નથી. પાક. ખેલાડીઓ આત્મવિશ્વાસના સંકટમાંથી પસાર થઇ રહ્યા છે. ડ્રેસિંગ રૂમમાં અસફળતાનો ડર બનેલો છે. જો સૌથી ખરાબ પ્રદર્શનની વાત કરે તો 9 વિકેટની ભારત સામેની હાર તેમાં આવી શકે છે. તમે ભારત જેવી ટીમને થોડો પણ મોકો આપો તો સહન તો કરવું જ પડે છે. અમે આવું કર્યું. 
કોચ મિકી આર્થરે સ્વીકાર્યું કે બેટિંગમાં અમારો સ્ટ્રાઇક રેટ સારો ન હતો. બોલરોએ શરૂઆતમાં વિકેટ લેવી જરૂરી હતી. એક-બે મોકા મળ્યા, પણ અમે તેનો ફાયદો લઇ શકયા નહીં. તેમણે ભારતીય ટીમની ભરપૂર પ્રશંસા કરતા કહ્યું કે તમારે એ સમજવું પડશે કે ભારત જેવી મજબૂત ટીમનો સામનો કરવાનો છે. આર્થર બુમરાહની બોલિંગથી પ્રભાવિત થયા હતા.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer