લાવર કપમાં યુરોપની ટીમ ચૅમ્પિયન

લાવર કપમાં યુરોપની ટીમ ચૅમ્પિયન
શિકાગો, તા.24: એલેક્સાંદ્રા જ્વેરેવની કેવિન એન્ડરસન સામેની જીતથી લાવર કપ ટેનિસ ટૂર્નામેન્ટમાં યુરોપની ટીમ ફરી ચેમ્પિયન બની છે. યુરોપની ટીમ તરફથી રમી રહેલા જર્મન ખેલાડી જ્વેરેવે પહેલો સેટ ગુમાવ્યા બાદ વાપસી કરીને વર્લ્ડ ટીમના કેવિન એન્ડરસનને 6-7, 7-પ અને 10-7થી હાર આપી હતી. આથી યુરોપની ટીમે વર્લ્ડ ટીમને 13-8ના અંતરથી હાર આપીને લાવર કપ જીતી લીધો હતો. આ પહેલા ડબલ્સમાં વર્લ્ડ ટીમના જોન ઇસનર (અમેરિકા) અને જેક સોકે યુરોપની ટીમના જ્વેરેવ અને ફેડરરની જોડીને 4-6, 7-6 અને 11-9થી હાર આપી હતી. આ પછી ફેડરરે સિંગલ્સમાં ઇસનરને 6-7, 7-6 અને 10-7થી હાર આપીને યુરોપની ટીમને આગળ કરી દીધી હતી.

Published on: Tue, 25 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer