સેબી કૃષિ કૉમોડિટી ડેરિવેટિવ્સ ટર્નઓવર સામે પ્રતિ એક્સ્ચેન્જ રૂા. એક લાખની ફી લેશે

સેબી કૃષિ કૉમોડિટી ડેરિવેટિવ્સ ટર્નઓવર સામે પ્રતિ એક્સ્ચેન્જ રૂા. એક લાખની ફી લેશે
મુંબઈ, તા. 24 :  બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઈન્ડિયા (સેબી) એગ્રીકલ્ચરલ કૉમોડિટી ડેરિવેટિવ્સમાંથી મળતાં ટર્નઓવર ઉપર પ્રતિ એક્સ્ચેન્જ રૂા. એક લાખની રેગ્યુલેટરી ફી ચાર્જ કરશે. ટર્નઓવર સ્લેબ રેટ પ્રમાણે ચાર્જ નહીં વસૂલે તેને પગલે ખેડૂતોને લાભ થવાની ધારણા છે. 
સરકાર, સેબી અને એક્સ્ચેન્જીસ કૃષિ કૉમોડિટી ડેરિવેટિવ સેગમેન્ટને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાં  લઈ રહ્યાં છે જેથી કૃષિ કૉમોડિટી ડેરિવેટિવનો લાભ ખેડૂતો અને ફાર્મર્સ પ્રોડયુસર અૉર્ગેનાઈઝેશન (એફપીઓ)ને પસાર કરી શકાય. 
આ પગલાંને ધ્યાનમાં રાખતાં સેબી બોર્ડે ``સૂચિત ટર્નઓવર આધારિત સ્લેબ દરે રેગ્યુલેટરી ફી લાગુ કરવાને બદલે પ્રતિ એક્સ્ચેન્જ રૂા. એક લાખની ફી લેવાનો નિર્ણય કર્યો છે.''
રેગ્યુલેટરી ફી ઘટાડાનો લાભ પસાર થઈ શકે તે માટે સેબીએ કહ્યું કે એગ્રીકલ્ચરલ કૉમોડિટીસના સોદા કરતાં એક્સ્ચેન્જીસ અલગ ફંડ તૈયાર કરશે જે ખેડૂતો અને એફપીઓના લાભ માટે રહેશે.
સેબી દ્વારા કરાયેલા ફી ઘટાડાની રકમ ડિપોઝિટ કરવામાં આવશે અને ખેડૂતોના લાભમાં તેનો ઉપયોગ કરાશે અને એગ્રી ડેરિવેટિવ બજારમાં તેમનો સરળતાથી સહયોગ મળી શકશે.
સેબીએ નોંધ્યું કે, ``પ્રસ્તાવિત ફંડના ઉપયોગ માટેની જરૂરી માર્ગરેખા ટૂંક સમયમાં રજૂ કરાશે.''

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer