ગાંધી જયંતીના અવસરે મણિભવન એક સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમો યોજશે

મુંબઈ, તા. 24 : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ગાંધી સ્મારક નિધિ અને મણિ ભવન ગાંધી સંગ્રહાલય દ્વારા બીજી અૉક્ટોબરથી આઠમી અૉક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
બીજી અૉક્ટોબરે સવારે 7.30 વાગ્યાથી સૂતકતાઈ, પ્રાર્થના, ભજન, ખાદી-ગ્રામોદ્યોગનાં ઉત્પાદનોનું ઉદ્ઘાટન, ભક્તિગીત સ્પર્ધા યોજાશે. સાંજે 6.30 વાગે નેહરુ સેન્ટરમાં `ઇન હાર્મની વિથ મહાત્મા' વિશેનો સંગીત કાર્યક્રમ યોજાશે.
પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ત્રીજી અૉક્ટોબરે સવારે 11 વાગે સમૂહ દેશભક્તિ ગીત  સ્પર્ધા (મરાઠી), ચોથીએ સવારે 11 વાગે સમૂહ દેશભક્તિ ગીત સ્પર્ધા (હિન્દી) યોજાશે. પાંચમી અૉક્ટોબરે સવારે 11 વાગે પાંચમાથી દસમા ધોરણના વિદ્યાર્થીઓ માટે દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાશે.
છઠ્ઠી અૉક્ટોબરે બપોરે ચાર વાગે સાહિત્યકાર સોનલબેન પરીખ દ્વારા લિખિત એક અનન્ય મૈત્રી - મહાત્મા અને મીરા તેમ જ અનુવાદિત ગાંધી અને મુંબઈ સ્વરાજના પંથે અને ગાંધી અને અનસ્પીકેબલ સત્યનો અંતિમ પ્રયોગ પુસ્તકોનું લોકાર્પણ થશે. આ પ્રસંગે `માઝી જીવનયાત્રા - અપ્પા સાહેબ પટવર્ધન'નું પણ વિમોચન થશે. સાતમી અૉક્ટોબરે પનવેલમાં શૌચાલયનું લોકાર્પણ થશે. આઠમી અૉક્ટોબરે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે દેશભક્તિ ગીત (હિન્દી) યોજાશે. વધુ વિગતો માટે `મણિ ભવન'નો ટે. નં. 23803332 પર સંપર્ક સાધવો.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer