કાશ્મીરમાં 24 કલાકમાં પાંચ આતંકવાદી ઠાર

કુપવાડામાં એલઓસી ઉપરથી નાસી છૂટેલા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા : જવાન શહીદ
નવી દિલ્હી, તા. 24 : કાશ્મીરમાં ભારતીય સેનાએ આતંકવાદીઓના ખાત્મા માટે ઓપરેશન આરંભ્યું છે. તેમાં છેલ્લા 24 કલાકની અંદર પાંચ આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે સેનાનો એક જવાન શહીદ થયો છે. કુપવાડાના તંગધારમાં સરહદ પારથી પાંચ આતંકવાદી ઘૂસણખોરનો પ્રયાસ કરી રહ્યા હતા. જેમાંથી  બે આતંકીને સેનાએ રવિવારે ઢેર કર્યા હતા. આ ઘટનામાં નાસી છૂટેલા અન્ય ત્રણ આતંકીને સોમવારના ઓપરેશન દરમિયાન  ઠાર કરાયા હતા. 
આ અગાઉ રવિવારના રોજ સુરક્ષા દળોને કુપવાડાના તંગધાર સેક્ટરમાં એલઓસી ઉપર સંદિગ્ધ હિલચાલ જોવા  મળી હતી. જેની તપાસમાં છૂપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. આ ગોળીબારના જવાબમાં બે આતંકી  ઠાર થયા હતા જ્યારે અન્ય ત્રણ નાસી છૂટયા હતા. નાસી છૂટેલા આતંકીઓને ઠાર કરવા ઘૂસણખોરી વિરોધી ઓપરશેન ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દમિયાન સુરક્ષા દળોએ છૂપાઈને બેસેલા વધુ 3 આતંકી ઠાર ર્ક્યા હતા. આ અથડામણમાં એક જવાન શહીદ થયાના પણ અહેવાલ સામે આવ્યા છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer