શાયના એન.સી.ની આગેવાની હેઠળ ગિરગામ ચોપાટીમાં હાથ ધરાઈ સફાઈ

શાયના એન.સી.ની આગેવાની હેઠળ ગિરગામ ચોપાટીમાં હાથ ધરાઈ સફાઈ
મુંબઈ, તા. 24 : ભાજપના નેતા અને સામાજિક કાર્યકર શાયના એન.સી.એ દર વર્ષની જેમ આ વખતે પણ અનંત ચતુર્દશીના બીજા દિવસે ગિરગામ ચોપાટી ઉપર સાફસફાઈ કરી હતી.
શાયના એન.સી.એ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વૈચ્છિક સંગઠન - આઈ લવ મુંબઈ અને જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશનના કાર્યકરોની મદદથી ગિરગામ ચોપાટી ઉપર સાફસફાઈ કરી હતી. આ સફાઈ કાર્યક્રમમાં ભવન્સ કૉલેજ, વિલ્સન કૉલેજ અને અન્ય કૉલેજોના વિદ્યાર્થીઓ સહભાગી થયા હતા. વરિષ્ઠ નાગરિકો અને ડબાવાલાએ ચોપાટીની સફાઈમાં મદદ કરી હતી. વરિષ્ઠ નાગરિકો અને ડબાવાલાઓએ ગણપતિની મૂર્તિ બનાવવામાં વપરાતા ઝેરી રસાયણોને કારણે પર્યાવરણને થતી હાનિ વિશે પણ વાત કરી હતી. શાયના એન.સી.એ વિદ્યાર્થીઓને સફાઈકામમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપ્યું હતું અને મુંબઈને હરિયાળું અને વધુ સ્વચ્છ બનાવવા ઉપર ભાર મૂક્યો હતો.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer