ભારત સામે શહઝાદની સદીથી અફઘાનિસ્તાનના 8/252

નબીની આક્રમક અર્ધસદી : જાડેજાને 3 વિકેટ મળી
દુબઇ, તા.25 : એશિયા કપના આજના ઔપચારિક મેચમાં અફઘાનિસ્તાને ઓપનર મોહમ્મદ શહઝાદની આતશી સદી અને મોહમ્મદ નબીની આક્રમક અર્ધસદીની મદદથી 50 ઓવરના અંતે 8 વિકેટે 252 રનનો પડકારરૂપ સ્કોર ખડો કર્યો હતો. આથી ટીમ ઇન્ડિયાને ફાઇનલ પહેલા મેચમાં જીતનું 253 રનનું લક્ષ્યાંક મળ્યું હતું. આજના મેચમાં ભારતીય ટીમનું સુકાન ધોનીએ સંભાળ્યું હતું. સુકાની રોહિત શર્મા, શિખર ધવન, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને યજુવેન્દ્ર ચહલને ફાઇનલ પહેલા વિશ્રામ અપાયો હતો. આ સામે મનીશ પાંડે, દીપક ચહર, સિધ્ધાર્થ કૌલ, ખાલિદ મોહમ્મદ અને કે.એલ. રાહુલને તક અપાઇ હતી.
અફઘાનિસ્તાન તરફથી વિકેટકીપર- બેટસમેન મોહમ્મદ શહઝાદે 116 દડામાં 11 ચોકા અને 7 છકાથી આતશી 124 રન કર્યા હતા. જયારે નબીએ 56 દડામાં 3 ચોક્કા અને 4 છક્કાથી આક્રમક 64 રન કર્યા હતા. આ સિવાયના બાકીના અફઘાન બેટધરો નિષ્ફળ રહ્યા હતા. ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ 46 રનમાં 3 અને કુલદિપ યાદવે 38 રનમાં બે વિકેટ લીધી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer