મેસ્સી-રોનાલ્ડોનું વર્ચસ્વ ખતમ કરી ફિફાનો શ્રેષ્ઠ ખેલાડી બનતો લુકા મોડ્રિચ

મેસ્સી-રોનાલ્ડોનું વર્ચસ્વ ખતમ કરી ફિફાનો શ્રેષ્ઠ ખેલાડી બનતો લુકા મોડ્રિચ
લંડન, તા.2પ: સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને લિયોનલ મેસ્સીના એક દશકાથી ચાલ્યા આવતા વર્ચસ્વને સમાપ્ત કરીને લુકા મોડ્રિચે ફીફાનો બેસ્ટ ફૂટબોલરનો એવોર્ડ જીતી લીધો છે. મોડ્રિચની શાનદાર રમતને લીધે ક્રોએશિયાની ટીમ પહેલીવાર ફીફા વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચી હતી. લુકા મોડ્રિચે ચાર વર્ષ સુધી ઇંગ્લેન્ડની કલબમાં રમ્યો હતો. આ પછી તે 2012માં સ્પેનિશ કલબ રિયલ મેડ્રિડ સાથે જોડાયો હતો. મોડ્રિચે વર્ષના શ્રેષ્ઠ ફૂટબોલરના એવોર્ડ માટે પોર્ટૂગલના ક્રિસ્ટીયાનો રોનાલ્ડો અને ઇજીપ્તના મોહમ્મદ સાલાહને પાછળ રાખીને કબજે કર્યોં છે. લંડનમાં ગઇકાલે યોજાયેલ એવોર્ડ સમારંભમાં મેસ્સી અને રોનાલ્ડો હાજર રહયા ન હતા. એવોર્ડ હાંસલ કર્યાં બાદ 33 વર્ષીય લુકા મોડ્રિચે કહયું હતું કે ઘણો ભાવુક બન્યો છું. ઘણા લોકોએ મને સાથ આપ્યો. દેશવાસીઓને આ એવોર્ડ અર્પણ કરું છું.

Published on: Wed, 26 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer