ટી-20 શ્રેણીમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાનો 4-0થી સફાયો કર્યો

ટી-20 શ્રેણીમાં ભારતીય મહિલા ટીમે શ્રીલંકાનો 4-0થી સફાયો કર્યો
આખરી મૅચમાં સુકાની હરમનપ્રિતની આતશી ઇનિંગથી જીત
કાતુનાયકે (શ્રીલંકા) તા.2પ: સુકાની હરમનપ્રિત કૌરની આતશી ઇનિંગની મદદથી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાંચમા અને અંતિમ ટી-20 મેચમાં શ્રીલંકાને પ1 રને કારમી હાર આપી હતી. આ જીતથી ભારતીય મહિલા ટીમે શ્રીલંકાનો 4-0થી સફાયો કર્યોં હતો. શ્રેણીનો ત્રીજો મેચ વરસાદમાં ધોવાયો હતો. 
હરમનપ્રિતે 38 દડામાં 3 ચોકકા અને પ છકકાથી 63 અને યુવા જેમિમા રોડ્રિગ્સે તેનું શાનદાર ફોર્મ જાળવી રાખીને 31 દડામાં 46 રન કર્યાં હતા. બન્ને વચ્ચે ત્રીજી વિકેટમાં 7પ રન જોડાયા હતા. આમ છતાં ભારતીય ટીમ 18.3 ઓવરમાં 1પ6માં ઓલઆઉટ થઇ ગઇ હતી. સિરીવર્ધને અને પ્રિયદર્શિનીએ લંકા તરફથી 3-3 વિકેટ લીધી હતી. જવાબમાં શ્રીલંકાની મહિલા ટીમ 17.4 ઓવરમાં 10પ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. પૂનમ યાદવે 3 વિકેટ લીધી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer