ઈરાદાપૂર્વક લોન નહીં ચૂકવનાર વિરુદ્ધ બૅન્કો કઠોર પગલાં ભરે : જેટલી

ઈરાદાપૂર્વક લોન નહીં ચૂકવનાર વિરુદ્ધ બૅન્કો કઠોર પગલાં ભરે : જેટલી
નવી દિલ્હી, તા. 25 
(પીટીઆઈ) : કૌભાંડકારીઓ અને ઈરાદાપૂર્વક લોન ન ચૂકવનારાઓ વિરુદ્ધ જાહેર ક્ષેત્રની બૅન્કોને કડક પગલાં લેવાનો અનુરોધ કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ કર્યો છે.
સરકારી બૅન્કોની કામગીરીની સમીક્ષા કરતાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અર્થતંત્રના ઘડતરથી ભારત આઠ ટકાનો લાંબા ગાળા સુધી ટકી શકે એવો વિકાસદર હાંસલ કરી શકશે.
જાહેર ક્ષેત્રની ત્રણ બૅન્કો - બૅન્ક અૉફ બરોડા, વિજયા બૅન્ક, દેના બૅન્કના વિલીનીકરણ નક્કી કરનાર ઓલ્ટરનેટીવ મિકેનિઝમ (એએમ)ના પશ્ચાદભૂમાં આ બેઠક મળી હતી.
ધિરાણકાર બૅન્કોએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂા. 36,551 કરોડની રિકવરી કરી હતી. આગલા વર્ષના આ જ ગાળાના મુકાબલે 49 ટકા વધુ રિકવરી થઈ શકી છે. 2017-18 દરમિયાન બૅન્કોએ કુલ રૂા. 74,562 કરોડની રિકવરી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ઇન્સોલવન્સી એન્ડ બૅન્કરપ્સી કોડ (આઈબીસી) જીએસટી, નોટબંધી, ડિજિટલ ચુકવણી વગેરેથી નાણાકીય ક્ષમતા અને જોખમની બહેતર આકારણી કરી શકાય છે.

Published on: Wed, 26 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer