મ્હાડાનાં જૂનાં બિલ્ડિંગોનાં રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો

મુંબઈ, તા. 25 : મુંબઈના વિકાસ પ્લાનને રાજ્ય સરકારે અંતિમ મંજૂરી આપી દીધી છે. એટલે મ્હાડાના મુંબઈ ગૃહનિર્માણ તથા ક્ષેત્રવિકાસ મંડળ અંતર્ગત આવતી મુંબઈ શહેર અને પરાંની 4000 જેટલી જૂની ઇમારતોનાં રિડેવલપમેન્ટનો માર્ગ મોકળો બનશે. એને લીધે ત્રણ લાખથી વધુ ફ્લૅટધારકોનું પુનર્વિકાસ (રિડેવલપમેન્ટ)નું અને મોટા ઘરનું સપનું પૂરું થઈ શકશે.
નવી સૂચના મુજબ મ્હાડાની સહકારી ગૃહનિર્માણ સંસ્થાઓની ઇમારતોનાં રિડેવલપમેન્ટ માટે અગાઉની 70 ટકા સભાસદોના સંમતિપત્રની શરતને શિથિલ કરવામાં આવી છે, એ શરત હવે 51 ટકા કરવામાં આવી છે.
4000 ચોરસ મીટર જેટલું ક્ષેત્રફળ ધરાવતા પ્લૉટ પરની સહકારી ગૃહનિર્માણ સંસ્થાની ઇમારતોનાં રિડેવલપમેન્ટ માટે અધિમૂલ્ય આધારિત ત્રણ એફએસઆઈ મળી શકશે. એને લીધે વધુમાં વધુ ગૃહનિર્માણ સહકારી સંસ્થાઓ પુનર્વિકાસ માટે આગળ આવશે એવું જાણકારોનું માનવું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer