મતદારોને ઉમેદવારોનો ક્રિમિનલ રેકર્ડ જાણવાનો સંપૂર્ણ અધિકાર છે : સુપ્રીમ કોર્ટ

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 25 : સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે મતદાતાઓને ઉમેદવારોનો ભૂતકાળ અને ક્રિમિનલ રેકર્ડ શું છે એ જાણવાનો સંપૂર્ણ અધિકાર છે. અદાલતે કહ્યું કે, જો કોઈ ઉમેદવાર ચૂંટણી માટે ઊભે તો રાજકીય પક્ષે તેના ક્રિમિનલ રેકોર્ડ અંગે મીડિયાના માધ્યમથી લોકોને વિસ્તારથી જણાવવાનું રહેશે અને  પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક તમામ પ્રકારનાં વિજ્ઞાપનોમાં તેની જાણકારી આપવા પણ આદેશમાં જણાવવામાં આવ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું કે, તમામ રાજકીય પક્ષોએ તેમની વેબસાઈટ પર તમામ ઉમેદવારોના ગુનાહિત ઈતિહાસની જાણકારી આપવી પડશે.
ચુકાદો આપતી વખતે મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) દીપક મિશ્રાએ કહ્યું કે, ભ્રષ્ટાચાર રાષ્ટ્રીય આર્થિક આતંક છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને પાંચ વર્ષ કે તેનાથી અધિક સજાના મામલામાં આરોપી ઠરેલાઓને ચૂંટણી લડવાથી રોકની માંગ કરવામાં આવી હતી. કોર્ટે હવે આ મામલો સંસદ પર છોડી દીધો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer