ત્રણ આતંકવાદીનો ખાતમો બોલાવી સંદીપ સિંહ શહીદ

શ્રીનગર તા. 2પ: જમ્મુ કાશ્મીરના તંગધાર સેકટરમાં ગઈ કાલે ખાતે આતંકીઓ સાથેની લડાઈમાં શહીદ થયેલો લાન્સ નાઈક સંદીપસિંહ 16માં હાથ ધરાયેલી સર્જીકસ સ્ટ્રાઈકમાં સામેલ શૂરવીર યોદ્ધાઓમાંનો એક હતો. સોમવારે ઘૂસણખોરીવિરોધી લશ્કરી કારવાઈમાં સિંહ અનેકવિધ ઈજાઓથી ઘાયલ થવા છતાં તેણે આતંકીઓ સામેનો જંગ અંતિમ શ્વાસ સુધી જારી રાખી ફનાગીરી વ્હોરી હતી. મંગળવારે બપોરે ગુરદાસપુર ખાતે મૃતકના અંતિમ સંસ્કાર કરાયા હતા. સર્જીકલ સ્ટ્રાઈક પાર પાડનાર એલિટ દળોનો હિસ્સો રહેલા સંદીપ સિંહના પરિવારમાં પત્ની અને પાંચ વર્ષના પુત્રનો સમાવેશ થાય છે.  સંદીપ સિંહે ગઈ કાલે આતંકીઓનો ઠીક નજીકના અંતરેથી લડયો હતો અને 3 આતંકીઓને  ઢેર કર્યા હતા. ખાસ તો તેને માથામાં બંદૂકની ગોળી વાગવા છતાં આતંકી સામે જીવસટોસટની લડાઈમાં અવિચળ રહી તેના શૌર્યનો પરચો આપ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer