ભારત બહાર જોડાણ શોધે છે કૉંગ્રેસ : મોદી

ભારત બહાર જોડાણ શોધે છે કૉંગ્રેસ : મોદી
ભોપાલ, તા. 25 : અહીં કાર્યકર્તા મહાકુંભ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે વિધાનસભા ચૂંટણી માટેનું બ્યૂગલ ફૂંકતાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો હતો. શાહે જ્યાં એકવાર ફરી ઘૂસણખોરી અને આસામના નેશનલ રજિસ્ટર ઓફ?સિટીઝન્સ (એનઆરસી)નો મામલો ઉઠાવ્યો હતો. મોદીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જ લક્ષ્ય કેન્દ્રિત રાખ્યું હતું.
વડાપ્રધાને પોતાના વેધક પ્રહારોમાં જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષની પાસે આજે સમર્પિત લોકો નથી. કેન્દ્ર સરકાર ત્રણ તલાક મુદ્દે વટહુકમ લઇને આવી છે, પરંતુ વોટબેંકના રાજકારણના કારણે મુસ્લિમ મહિલાઓની ચિંતા કોંગ્રેસને નથી થઇ?રહી, જેની એક મહિલા નેતા છે. કોંગ્રેસ પક્ષ હિન્દુસ્તાનમાં જોડાણ કરવામાં સફળ નથી થઇ રહ્યો તો તે ભારતની બહાર જોડાણ શોધી રહ્યો છે. કોંગ્રેસ પક્ષે સત્તા ખોયા બાદ પોતાનું સંતુલન પણ ખોઇ નાખ્યું છે. કોંગ્રેસ પક્ષ દેશની ઉપર હવે બોજ બની ગયો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer