સુસ્મિતા સેન રૂપેરી પરદે પુનરાગમન કરશે?

સુસ્મિતા સેન રૂપેરી પરદે પુનરાગમન કરશે?
બૉલીવૂડમાં આયુષ્યના ત્રણ દાયકા વટાવી જનારી અભિનેત્રીને સારી ભૂમિકા અૉફર થતી નથી.  આથી ત્રીસી કે ચાળીસીમાં રહેલી અભિનેત્રીઓ ખાસ જોવા મળતી નથી. સુસ્મિતા સેન સાથે પણ કંઇક આવું જ થયું છે. તે છેલ્લે 2010માં અનીઝ બઝમીની ફિલ્મ નો પ્રોબ્લેમ અને મુદ્દસર અઝીઝની દુલ્હા મિલ ગયામાં જોવા મળી હતી. બસ, પછી તે ફિલ્મી પરદેથી ગાયબ થઇ ગઇ હતી. જોકે, હવે 43 વર્ષની વયે સુસ્મિતા રૂપેરી પરદે પુનરાગમન કરે એવી શકયતા છે.હાલમાં તેને બે ફિલ્મોની  અૉફર મળી છે અને બંનેની વાર્તા તેને ગમી છે. આમાંથી એકમાં તેણે મધ્યપ્રદેશની મહિલા પોલીસ અધિકારી બનવાનું છે. 2003માં ફિલ્મ સમયમાં તેણે આ પ્રકારની જ ભૂમિકા ભજવી હતી. આથી તે ઇચ્છે છે કે હાલમાં મળેલું પાત્ર તેનાથી અલગ હોય. જયારે બીજી ફિલ્મ મુદ્દસર અઝીઝની જ છે. હવે જોવું રહ્યું કે સુસ્મિતા આ અૉફર સ્વીકારે છે કે નહીં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer