ડિપ્રેશન પણ એક બીમારી જ છે : દીપિકા પદુકોણ

ડિપ્રેશન પણ એક બીમારી જ છે : દીપિકા પદુકોણ
યુવાનોમાં ડિપ્રેશન બાબતે જાગૃતિ લાવવા સંસ્થા શરૂ કરનારી દીપિકા પદુકોણે તાજેતરમાં ગયેલા વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેએ પોતાના ડિપ્રેશન વિશે વાત કરી તે વીડિયો પોસ્ટ કર્યો હતો. આમાં તેમણે લોકોને પોતાના ડિપ્રેશન વિશે જણાવવાની અપીલ કરી છે. દીપિકાએ કહ્યું છે કે, 2014માં હું ક્લિનિકલ ડિપ્રેશનનો ભોગ બની હતી. ભારતમાં ક્લિનિકલ ડિપ્રેશનનો શિકાર બનેલા 90 ટકા લોકો કોઇની મદદ લેતા નથી. પરંતુ ડિપ્રેશન અન્ય બીમારી જેવી જ એક બીમારી છે. આથી તેની સારવાર કરાવવી જોઇએ. આથી જો તમારામાંથી કોઇ માનસિક બીમારી ધરાવતું હોય તો હું તેમને `હૅશટેગ નોટ અશેમ્ડ' પર તે વિશે જણાવવાનું કહું છું. 
ભારતના 90 ટકા લોકોને પોતાની માનસિક કે ભાવનાત્મક સ્થિતિની જાણ જ હોતી નથી. જયારે બાકીના અન્યો મનોરોગ સાથે જોડાયેલા લાંછનને લીધે કોઇની મદદ લેવાનો ઇનકાર કરે છે. 2014માં મેં મારી વાત જણાવી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer