ઉદય કોટકના નેજા હેઠળનું બોર્ડ આઈએલઍન્ડએફએસનું ફોરેન્સિક અૉડિટ કરાવશે

ઉદય કોટકના નેજા હેઠળનું બોર્ડ આઈએલઍન્ડએફએસનું ફોરેન્સિક અૉડિટ કરાવશે
મુંબઈ, તા.11 : ઈન્ફ્રાસ્ટ્રકચર લાઝિંગ ઍન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીસ (આઈએલએન્ડએફએસ)નું નવું બોર્ડ કામકાજની સ્પષ્ટતા અને સાચી નાણાકીય સ્થિતિ જાણવા માટે ફોરેન્સિક અૉડિટનો આદેશ આપશે, એમ સૂત્રોએ કહ્યું છે. 
ફોરેન્સિક ઓડિટ શરૂ થશે એમ સૂત્રોએ કહેતા ઉમેર્યું કે, સરકાર અૉડિટ માટે સ્વતંત્ર નિષ્ણાત એન્ટિટીની નિમણૂક કરવાની પ્રક્રિયામાં છે. વધુમાં સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન અૉફિસ (એસએફઆઈઓ)ના અધિકારીઓએ એ વાતની પુષ્ટી આપી કે, આઈએલએન્ડએફએસની આર્થિક કટોકટીની તપાસ શરૂ થઈ છે અને આ તપાસને `પ્રાથમિક ધોરણે' કરવા માટે જણાવવામાં આવ્યું છે. એસએફઆઈઓ તેમની તપાસનો રિપોર્ટ એક મહિનામાં આપશે. 
આઈએલએન્ડએફએસ પહેલેથી જ $3500 કરોડની લોનમાં ડિફોલ્ટ બની છે અને કુલ લોન રૂા. 91,000 કરોડની છે. અધિકારીઓનું કહેવું છે કે, આઈએલએન્ડએફએસે દર મહિને રૂા.100 કરોડ ચૂકવવા પડશે અને નવું બોર્ડ ખર્ચમાં ઘટાડો કરવા માટેના વિકલ્પ શોધશે. કોટક મહિન્દ્રા બૅન્કના વાઈસ-ચૅરમૅન અને મૅનેજિંગ ડિટેકટર ઉદય કોટકના નેજા હેઠળના બોર્ડે અઠવાડિયામાં બીજી વખત મિટિંગ યોજી હતી. કોટકે કહ્યું કે, અમે સરકાર સાથે વાતચિત કરીને આગળ વધી રહ્યા છીએ. 
અધિકારીએ કહ્યું કે, જો જરૂર પડે તો અૉડિટ પ્રક્રિયાને સમયસર પૂર્ણ કરવા માટે વિવિધ એજન્સીઓની નિમણૂક પણ કરવામાં આવશે.
Published on: Fri, 12 Oct 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer