ચાલુ ખાતાની ખાધ અને રૂપિયાનું અવમૂલ્યન અટકાવવા ઇમ્પોર્ટ ડયૂટી વધારવામાં આવશે

ચાલુ ખાતાની ખાધ અને રૂપિયાનું અવમૂલ્યન અટકાવવા ઇમ્પોર્ટ ડયૂટી વધારવામાં આવશે
ફર્નિચર, કેમિકલ્સ અને મૉબાઇલ ફોનના પાર્ટ્સ સહિત વિવિધ આઇટમો ઉપર આયાત ડયૂટી વધારવાની યોજના
 
નવી દિલ્હી, તા. 11 : (પીટીઆઇ) : ચાલુ ખાતાની સતત વધી રહેલી ખાધ અને રૂપિયાના અમેરિકન ડૉલર સામે થઇ રહેલા અવમૂલ્યનને રોકવા કેન્દ્ર સરકાર પ્લાસ્ટિકથી લઇને સ્ટીલ સુધી વિવિધ જણસો ઉપર આયાત ડયૂટી વધારવાનું વિચારી રહી છે. 
વહીવટી તંત્ર ફર્નિચર, કેમિકલ્સ અને મૉબાઇલ ફોનના પાર્ટ્સ સહિત વિવિધ આઇટમો ઉપર આયાત ડયૂટી વધારવાની યોજના ધરાવે છે, એમ આ બાબત સાથે સંકળાયેલાં સૂત્રોએ તેમનું નામ નહીં આપવાની શરતે આજે જણાવ્યું હતું. 
વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) દ્વારા આ સંદર્ભે ટૂંક સમયમાં સંબંધિત પક્ષોની બેઠક લેવાશે અને આયાત ડયૂટી વધારવા બાબતે નિર્ણય લેવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. વધી રહેલી વેપાર ખાધ અંકુશમાં લેવા માટે પીએમઓ કાર્યશીલ હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. 
ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે સતત ઘટી રહ્યો છે ત્યારે વિદેશથી થતી બિનજરૂરી આયાતોને ડામીને રૂપિયાનું અવમૂલ્યન અટકાવવાના પ્રયાસો સતત થઇ રહ્યા છે, તેના ભાગરૂપે આ પગલાં લેવામાં આવી રહ્યાં છે. 
અત્યારે ભારતની વેપાર ખાધ જીડીપીના 2.4 ટકા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer