નવી દિલ્હી, તા.11: પાક હાઈ કમિશનના ઢાકામાંના અધિકારીઓ બંગલાદેશમાં ભારતવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયા હોવાની ચેતવણી ગુપ્તચર એજન્સીઓએ આપી છે.
ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યા મુજબ પાકની ખેપાની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ, રાજદ્વારીઓની આડશમાં, બંગલાદેશમાં સક્રિય આતંકી જૂથોને મળી રહ્યા છે અને બંગલાદેશમાં અને ભારતમા મોટાં આતંકી હુમલા હાથ ધરવાને દોરવણી આપી રહ્યા છે.
બંગલાદેશમાંના આતંકી જૂથ સાથેની તાજેતરની એક ગુપ્ત બેઠકમાં પાક હાઈ કમિશન કચેરીના એક રાજદ્વારીએ, આત્મઘાતી હુમલા માટે નવા ભરતી કરાયેલા એકસો આતંકીઓને શત્રતાલીમ આપવાની તજવીજ કરી આપવા ખાતરી આપી હતી.
પાક આઈએસઆઈની પ્રવૃત્તિઓ માટે રાજદ્વારીતાનો આડશ તરીકે ઉપયોગ કરી રહ્યું હોવાનો આક્ષેપ કરી શેખ હસીના સરકારે પાકના નવા રાજદૂતને સ્વીકારવાનું નકાર્યું હતુ.