આલોકનાથે મને પણ હેરાન કરેલી : ઍક્ટ્રેસ દીપિકા અમિન

મુંબઈ, તા. 11 : `સંસ્કારી બાબુ' તરીકે જાણીતા પીઢ ચરિત્ર અભિનેતા આલોકનાથ હાલમાં યૌન શોષણના વિવાદોથી ઘેરાયા છે. લગભગ બે દાયકા અગાઉની ટીવી સિરિયલ `તારા'નાં લેખિકા-નિર્માત્રી વિનતા નંદા અને અભિનેત્રી નવનીત નિશાને આલોકનાથ સામે મોં ખોલ્યું તેનાથી પ્રોત્સાહિત થયેલી અને ફિલ્મ `સોનુ કે ટિટુ કી સ્વીટી'માં આલોકનાથ સાથે કામ કરનારી અભિનેત્રી દીપિકા અમિને દાવો કર્યો છે કે ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં બધાંને ખબર છે કે આલોકનાથ શરાબી છે અને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરે છે. દીપિકાના જણાવ્યા પ્રમાણે કેટલાંક વર્ષો અગાઉ એક ટેલિફિલ્મના શૂટિંગ વખતે આલોકનાથે મારી રૂમમાં પરાણે ધૂસવાનો પ્રયાસ પણ કર્યો હતો. શૂટિંગના સ્થળે હાજર અન્ય ક્રૂ મેમ્બરોએ મારી સુરક્ષા કરી હતી. તેઓ મહિલાઓની પાછળ પડી જાય છે અને શરાબના નશામાં આવી હરકતો કરવા માટે બદનામ છે. જોકે, ફિલ્મ `સોનુ કે ટિટુ કી સ્વીટી'ના શૂટિંગ વખતે તેમણે મારી સાથે આવી કોઇ હરકતો નહોતી કરી કેમ કે આ ફિલ્મના ડિરેક્ટર લવ રંજને તેમને ચેતવણી આપી હતી કે મારા ફિલ્મના સેટ પર હું કોઇ પણ પ્રકારનું ગેરવર્તન નહીં ચલાવી લઉં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer