સોનિયા ગાંધીના કેજીબી સાથે સંબંધના રેકર્ડ આપે પુતિન : સુબ્રહ્મણ્યમ સ્વામી

નવી દિલ્હી, તા. 11: વિવાદાસ્પદ નિવેદનો આપીને સતત ચર્ચામાં રહેતા ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઉપર નિશાન તાક્યું છે. રાજ્યસભા સાંસદ સ્વામીએ કહ્યું હતું કે, સુભાષચંદ્ર બોઝ અને લાલ બહાદૂર શાસ્ત્રીની ફાઈલને સાર્વજનિક કરીને પુતિને સાબિત કરવું જોઈએ કે તે ખરેખર ભારતના મિત્ર છે. આ ઉપરાંત સુબ્રહ્મણ્યમ સ્વામીએ સોનિયા ગાંધી અને કેજીબી વચ્ચે સંબંધના આરોપ મૂકતા પુતિન પાસે બંને વચ્ચે સંબંધના રેકોર્ડ પણ આપવા જણાવ્યું હતું. સુબ્રહ્મણ્યમ સ્વામીએ યુપીએ ચેરપર્સન અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી ઉપર નિશાન સાધતાં કહ્યું હતું કે, સોનિયા ગાંધી થોડો સમય અગાઉ જ પુતિનને મળવા બે વખત રશિયા શા માટે ગયાં હતાં તે રશિયાએ સ્પષ્ટ કરવું જોઈએ.

Published on: Fri, 12 Oct 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer