હત્યાના બંને કેસમાં બાબા રામપાલ દોષી : કુલ 23 જણ તકસીરવાર

હિસ્સાર, તા. 11 : અહીંના  સતલોક આશ્રમના પ્રકરણમાં વિવાદિત સંત રામપાલને હત્યાના બંને મામલાનો કોર્ટે દોષિત ઠરાવી દીધો છે. કોર્ટે આ મામલામાં કુલ 23ને દોષી ઠેરાવ્યા છે. ચુકાદા માટે સેન્ટ્રેલ જેલમાં જ કોર્ટે બનાવવામાં આવી અને અધિક જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ડી.આર. માલિયાએ મામલાની સુનાવણી કરી હતી. મામલો 2014નો છે. જ્યારે રામપાલના આશ્રમમાં ભડકેલી હિંસામાં 7 લોકોના મોત થયા હતા. જેમાં પાંચ મહિલાઓ તથા 1 બાળક પણ સામેલ હતા. ચુકાદા બાદ રામપાલનાં સમર્થકો દ્વારા ઉપદ્રવ થવાની આશંકાના કારણે જેલની અંદર જ વિડીયો કોન્ફરન્સ દ્વારા રામપાલને રજૂ કરવામાં આવ્યો હતો.

Published on: Fri, 12 Oct 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer