ભારત અને ઈરાનના સંબંધથી બોખલાયેલા ટ્રમ્પે આપી `જોઈ લેવાની'' ધમકી

વોશિંગ્ટન, તા. 11 : અમેરિકાએ ઈરાન 4 નવેમ્બરથી શરૂ થનારા પ્રતિબંધોને નહી માનનારા દેશોને ચેતવણી આપી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આવા દેશોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો પ્રતિબંધ લાગુ થવાના દિવસ સુધી કોઈ દેશ ઈરાન પાસેથી ક્રુડની આયાત બંધ નહી કરે તો વોશિંગ્ટન આવા દેશોને જોઈ લેશે. હજી થોડા દિવસ પહેલા જ ભારતે ઈરાન પાસેથી  ક્રુડની આયાતનો ઓર્ડર આપ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. તેવામાં અમેરિકાએ ભારતને આડકતરી રીતે ચેતવણી આપી હોવાનું કહેવાઇ રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે મે મહિનામાં ઈરાન સાથે અમેરિકાના પરમાણુ કરાર તોડવાની ઘોષણા કરી હતી. બન્ને દેશો વચ્ચે 2015માં પરમાણુ કરાર થયા હતા. આ દરમિયાન હવે ટ્રમ્પને  ભારત અને ચીન દ્વારા ઈરાન પાસેથી ક્રુડની ખરીદી ઉપર સવાલ પુછવામાં આવ્યો ત્યારે ટ્રમ્પે બન્ને દેશોને જોઈ લેવાની ધમકી આપી હતી. બે દિવસ અગાઉ જ પેટ્રોલિયમ મંત્રીએ દેશની બે રિફાઈનરીએ ઈરાન પાસેથી નવેમ્બરમાં ક્રુડની આયતનો ઓર્ડર આપ્યો
હોવાનું કહ્યું હતું અને આ ઓર્ડર દેશની જરૂરિયાત પૂરી કરવાના હેતુથી અપાયો હોવાનું ઉમેર્યું હતું. તેવામાં હવે ટ્રમ્પની ધમકી બાદ ઈરાન પાસેથી ક્રુડની આયાત અંગે નિર્ણય બદલવામાં આવશે કે કેમ તેવા સવાલો ઉઠી રહ્યા છે.
Published on: Fri, 12 Oct 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer