કોઈ પણ મહિલા સાથે ન થવો જોઈએ દુર્વ્યવહાર : અમિતાભ

કોઈ પણ મહિલા સાથે ન થવો જોઈએ દુર્વ્યવહાર : અમિતાભ
નવી દિલ્હી, તા. 11 : મીટૂ અભિયાન દરમિયાન જ્યારે બોલિવુડના દિગ્ગજો ઉપર યૌન શોષણના આરોપો લાગી રહ્યા છે ત્યારે સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ મીટૂ અભિયાન અંગે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું હતું. અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, કોઈપણ મહિલા સાથે કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર અથવા અપમાનજનક આચરણ ન થવું જોઈએ. મહિલાઓ સામે થઈ રહેલા અત્યાચારો અંગે પોતાનો દ્રષ્ટિકોણ વ્યક્ત કરતા અમિતાભ બચ્ચને કહ્યું હતું કે, મનોરંજનના ક્ષેત્રમાં સેક્સુઅલ હરેસમેન્ટનો મુદ્દો ચિંતાજનક છે. આવા કૃત્યોને તાકીદે સંજ્ઞાનમાં લઈ કાર્યવાહી થવી જોઈએ અને સુધારાત્મક પગલા ભરવા જોઈએ. 
Published on: Fri, 12 Oct 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer