હ્યષિકેશ, તા. 11: ગંગા નદીના શુદ્ધિકરણની માગ સાથે અનશન પર ઉતરેલા પર્યાવરણવિદ ચળવળકાર જીડી અગરવાલ (87)નું આજે અહીં નિધન થયું છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના મંત્રી તરીકે સેવા આપી ચૂકેલા આઈઆઈટીના પૂર્વ પ્રોફેસર અગરવાલ, ગંગા શુદ્ધ કરવા થતા રહેલા અસંતોષકારી અને બિનઅસરકારક પ્રયાસોથી નાખુશ હતા, તેમ જ ગંગા પર બંધ, બેરેજ અને ટનેલ્સના થતા બાંધકામના ય વિરોધી હતા.
ગંગા શુદ્ધીકરણ માટે અનશન પર ઊતરેલા પર્યાવરણવિદ જીડી અગરવાલનું નિધન
