કાર્તિ ચિદમ્બરમની દેશ-વિદેશમાં રૂ. 54 કરોડની સંપત્તિ જપ્ત

કાર્તિ ચિદમ્બરમની દેશ-વિદેશમાં રૂ. 54 કરોડની સંપત્તિ જપ્ત
નવી દિલ્હી, તા. 11 : કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમને મોટો ઝટકો આપતા ઘટનાક્રમમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી)એ તેમના પુત્ર કાર્તિની 54 કરોડ રૂપિયાની સંપત્તિ ભારત સહિત ત્રણ દેશોમાંથી જપ્ત કરી છે.
આઇએનએક્સ મીડિયા કેસમાં આ કાર્યવાહી કરતાં ઇડીએ જપ્ત કરેલી સંપત્તિમાં કાર્તિના બેન્ક ખાતા દિલ્હીના જોરબાગ, ઉટી અને કોડીકનાના બંગલા તેમજ બ્રિટનના આવાસ અને બાર્સેલોનાની સંપત્તિ સામેલ છે.
દરમ્યાન કાર્તિએ આ પગલાંને વિચિત્ર પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર ગણાવતાં કહ્યું હતું કે, આ કાર્યવાહી માત્ર સમાચારોમાં ચમકવા માટે કરાઇ છે.
કાયદાની સામે આ આદેશ ટકી નહીં શકે, તેવો દાવો પીસીના પુત્રએ કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ યોગ્ય કાનૂની મંચ સમક્ષ આ મામલો ઉઠાવવાની વાત પણ કાર્તિએ કરી હતી.

Published on: Fri, 12 Oct 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer