છેલ્લું મેટ્રો-III સ્ટેશન કાલબાદેવીનું કામ શરૂ થશે ડિસેમ્બરમાં

મુંબઈ, તા. 12 : મેટ્રો-3ના અંડરગ્રાઉન્ડ કોરિડોર (લંબાઈ-32.5 કિ.મી.)નું કામ પૂરજોશમાં ચાલુ હોઈ તેના છેલ્લા સ્ટેશન કાલબાદેવીનું કામ ડિસેમ્બર મહિનાથી પ્રારંભ થશે.
`અમે 30 ટકા સિવિલ કામ પૂરું કર્યું છે. સ્ટેશનનું કામ એકસાથે કટ-ઍન્ડ-કવર અથવા ન્યૂ અૉસ્ટ્રિયન ટનેલિંગ મેથડથી થઈ રહ્યું છે' એમ મુંબઈ મેટ્રો રેલ કૉર્પો. (એમએમઆરસી)ના એક સૂત્રે જણાવ્યું હતું. કટ ઍન્ડ કવર મેથડથી 19 સ્ટેશનોનું નિર્માણ કરાશે, જ્યારે સાતનું બંને મેથડના મિશ્રણથી કરવામાં આવશે.
ત્રણ સ્ટેશનો-કોલાબા, બાંદરા અને સીપ્ઝમાં રિવર્સલ સુવિધા હશે. ટ્રેનો સીપ્ઝ અને કોલાબાથી શરૂ અને સમાપ્ત થશે અને એમએમઆરસીએ બંને દિશામાં બાંદરાથી શટલ સેવા દોડાવવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે.
ઍરપોર્ટ નજીકનાં ત્રણ સ્ટેશનોને ઍરપોર્ટ અૉથોરિટી દ્વારા જમીનના કમર્શિયલ વિકાસ માટે મંજૂરી અપાશે.
એમએમઆરસીએ ગત બુધવારે સિદ્ધિવિનાયકથી કફ પરેડ સુધી 25 સ્ટેશનોનાં 205 એસ્કેલેટર્સ બેસાડવા માટેના કૉન્ટ્રેક્ટ્સ એક કોન્સોર્ટિયમને આપ્યા હતા. તેની જરૂરત પાવર-સેવિંગ કૅપેસિટી સાથે હેવી ડયૂટી એસ્કેલેટર્સની તેમ જ રિયલ ટાઈમ વેબ-બેઝ્ડ મોનિટરિંગ અને મેન્ટેનન્સ માટેની ટેક્નૉલૉજી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer