હૈદરાબાદ, તા. 12 : વિકેટકીપર- બેટ્સમેન રિષભ પંતને ગુરુવારે પહેલી વાર ભારતીય વનડે ટીમ માટે પસંદ કરવામાં આવ્યો છે. નેશનલ સિલેકશન કમિટીએ ભવિષ્યની યોજના બનાવતા તેને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પ્રથમ બે વનડે માટે ટીમમાં સામેલ કર્યો હતો.
આશા રાખવામાં આવે છે કે પંતની હાજરીથી વનડેની મિડલ અૉર્ડર બેટિંગ પરેશાની દૂર કરવામાં મદદ મળશે. જોકે, પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે જણાવ્યું છે કે તેઓ મુખ્યત્વે બેટ્સમેનની ભૂમિકામાં રહેશે પણ જરૂર પડે તો તેઓ બેક-અપ વિકેટકીપર પણ રહેશે. વર્લ્ડ કપ સુધી મહેન્દ્રસિંહ ધોની વિકેટકીપર તરીકે પહેલી પસંદ રહેશે, પરંતુ પ્રસાદે સંકેત આપ્યા છે કે પંત ભવિષ્યની યોજના છે. પ્રસાદે વધુમાં જણાવ્યું હતું કે એ વિચારવાની આવશ્યકતા નથી કે આપણો પ્રથમ નંબર વિકેટકીપર કોણ છે. બીજા વિકેટકીપરની શોધમાં અમે દિનેશ કાર્તિકને તક આપી હતી, હવે અમે રિષભ પંતને તક આપી રહ્યા છીએ. ઉચિત સમયે અમે નિર્ણય લઈશું કે બન્નેમાંથી સર્વશ્રેષ્ઠ વિકેટકીપર કોણ છે.
ભારતની ભાવિ યોજના અંતર્ગત પંત ફરી વનડેમાં
