સપ્ટેમ્બરમાં નિકાસ 2.15 ટકા ઘટી, આયાત 10.45 ટકા વધી

સપ્ટેમ્બરમાં નિકાસ 2.15 ટકા ઘટી, આયાત 10.45 ટકા વધી
નવી દિલ્હી, તા. 15 : ભારતની નિકાસ પાંચ મહિના બાદ નકારાત્મક ક્ષેત્રમાં દાખલ થઈ છે. ભારતીય જણસોની નિકાસ સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે 2.15 ટકા ઘટી હોવાનું સત્તાવાર સૂત્રોએ આજે અહીં જાહેર કર્યું હતું.
બીજી તરફ દેશની આયાત સપ્ટેમ્બર મહિનામાં 10.45 ટકા વધી છે. અને નાણાં વર્ષ 2018-19ના એપ્રિલથી સપ્ટેમ્બરના છ માસમાં તે 16.16 ટકાની સરેરાશ સાથે વધી છે.
વેપાર ખાદ્ય 13.98 અબજ ડૉલર થઈ
સપ્ટેમ્બરમાં વેપાર ખાદ્ય પાંચ મહિનાના નીચલા સ્તરે 13.98 અબજ ડૉલર રહી હતી. જ્યારે વર્તમાન નાણાં વર્ષના પહેલા છ માસ દરમિયાન કુલ વેપારખાદ્ય 94.32 અબજ ડૉલરની રહી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer