અફઘાન લીગમાં હજરતુલ્લાહના એક ઓવરમાં 6 છક્કા

અફઘાન લીગમાં હજરતુલ્લાહના એક ઓવરમાં 6 છક્કા
નવી દિલ્હી તા.1પ: અફઘાનિસ્તાન પ્રીમિયર લીગમાં આક્રમક બેટધર હજરતુલ્લાહ જજઇએ આતશી બેટિંગ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે 6 દડામાં ઉપરાઉપરી 6 છકકા લગાવ્યા હતા અને માત્ર 12 દડામાં અર્ધસદી પૂરી કરી હતી. અફઘાનિસ્તાનના આ બેટધરે માત્ર પપ દડામાં 124 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. કાબુલ જવાન તરફી રમી રહેલા હજરતુલ્લાહે બલ્ક લેજેન્ડસ વિરૂધ્ધ એક ઓવરમાં 6 છકકા ફટકાર્યાં હતા. તેની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 244 રન ખડકયા હતા. આ મેચમાં ગેલે પણ આતશી બેટિંગ કરી હતી અને 48 દડામાં 10 છકકા અને 2 ચોકકાથી 80 રન કર્યાં હતા. હજરતુલ્લાહે 12 દડામાં અર્ધસદી કરીને ટી-20માં યુવરાજે 2007ના વિશ્વ કપમાં ઇંગ્લેન્ડ સામે કરેલી 12 દડામાં અર્ધસદીની બરાબરી કરી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer