યુથ અૉલિમ્પિકમાં મહિલા અને પુરુષ હોકી ટીમને રજત ચંદ્રક

યુથ અૉલિમ્પિકમાં મહિલા અને પુરુષ હોકી ટીમને રજત ચંદ્રક
બ્યૂનસ આયર્સ (આર્જેન્ટિના), તા.1પ: આર્જેન્ટિનામાં રમાઇ રહેલા ત્રીજા યુથ ઓલિમ્પિકમાં ભારતની મહિલા અને પુરુષ હોકી ટીમ ફાઇવ-એસમાં ઇતિહાસ રચતા ચૂકી ગઇ છે. ભારતની બંને વિભાગની અન્ડર-18 હોકી ટીમનો ફાઇનલમાં પરાજય થયો હતો. આથી રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો. હોકીની ફાઇવ-એસ સ્પર્ધામાં બંને ટીમ તરફથી પ-પ ખેલાડી રમે છે અને મેદાન ટૂંકું હોય છે.
પુરુષ વિભાગના ફાઇનલમાં ભારત સામે મલેશિયાની ટીમ હતી. મલેશિયાનો 4-2 ગોલથી વિજય થયો હતો. આથી તે ગોલ્ડ મેડલની હકદાર બની હતી. જ્યારે મહિલા વિભાગના ફાઇનલમાં યજમાન આર્જેન્ટિનાએ ભારતને 3-1થી હાર આપીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો. ભારતીય હોકી ટીમે પહેલીવાર યુથ ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો અને રજત ચંદ્રક જીત્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer