ટેસ્ટ ક્રમાંકમાં પૃથ્વી અને રીષભની લાંબી છલાંગ

ટેસ્ટ ક્રમાંકમાં પૃથ્વી અને રીષભની લાંબી છલાંગ
દુબઇ, તા.1પ: ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આઇસીસીની નવી ટેસ્ટ ક્રમાંક સૂચિમાં પહેલા સ્થાને જળવાઇ રહ્યો છે. જયારે પૃથ્વી શો અને રીષભ પંતે વેસ્ટ ઇન્ડિઝ સામેની શ્રેણીમાં કરેલા ધમાકેદાર દેખાવને લીધે મોટી છલાંગ લગાવી છે. હૈદરાબાદ ટેસ્ટમાં 70 અને અણનમ 33 રનની ઇનિંગ રમનાર યુવા સનસની પૃથ્વી શો 13 ક્રમનો કુદકો લગાવીને 69મા સ્થાને પહોંચી ગયો છે. તેણે રાજકોટમાં રમાયેલા પદાર્પણ ટેસ્ટમાં સદી કરીને આઇસીસી ક્રમાંકમાં 73મા ક્રમથી પ્રવેશ કર્યોં હતો. બીજી તરફ વિકેટકીપર રીષભ પંતે રાજકોટ બાદ હૈદરાબાદમાં પણ 92 રનની ઇનિંગ રમી હતી. આથી તે 23 સ્થાનની છલાંગ લગાવીને 62મા નંબર પર પહોંચી ગયો છે. રહાણેને પણ 80 રનની ઇનિંગથી ચાર ક્રમનો ફાયદો થયો છે. તે 18મા નંબર પર છે.
બોલિંગમાં બીજા ટેસ્ટમાં 10 વિકેટ લેનાર ઉમેશ યાદવ 4 સ્થાનના ફાયદાથી 2પમા ક્રમે આવી ગયો છે. કેરેબિયન સુકાની હોલ્ડર બોલિંગ ક્રમાંકમાં 9મા નંબર પર છે. જે તેની કેરિયરનો શ્રેષ્ઠ ક્રમ છે. જયારે 2-0ના વિજયથી ભારતીય ટીમના રેટિંગમાં 1 પોઇન્ટનો વધારો થયો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer